
આફ્રિકાના દેશ કેન્યાના મોમ્બાસાની 9 મહિનાની ગર્ભાવસ્થા ધરાવતી એક મહિલાને પ્રસૂતિ માટે જતી વેળા એક ગોઝારો અકસ્માત નડ્યા બાદ કાપવા જ પડે તે હાલતના પોતાના પગને બચાવવા, કેન્યાથી ભારત સુધીની યાત્રા કરી ભવ્ય સફળતા મેળવી હતી.
કેન્યાની યુસરા ફહીમ નામે પરિણીતાને દોઢ વર્ષ અગાઉ તા. 11.7.2019એ પોતાની ગર્ભાવસ્થાની અવધિ પૂરી થવાના સમયે તેના પતિ, પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે સામે આવતા વાહન દ્વારા ગોઝારો અકસ્માત સર્જાતા મહિલાને ગંભીર ઈજાઓ સાથે બંને પગમાં ફેકચર થતા બાળકીનો જન્મ થયેલો. ત્યારબાદ ડાબા પગે જટિલ ફેકચર માટે એક્સટર્નલ ફિક્સેટર તરીકે ઓળખાતા સળીયા નંખાયા હતા. મુખ્ય સર્જરી બાદ પણ મોટો અને ચેપસભર ઘા હોઈ વારંવાર ડ્રેસિંગ કરવા છતાંય પરિસ્થિતિ વણસતા ચેપથી અન્ય અંગો અને યુવતીનું જીવન બચાવવા માટે તબીબો દ્વારા પગ કાપવાની સલાહ અપાતા જ યુવતી અને પરિવારમાં હડકંપ મચી ગયો.
કેન્યાની સ્થાનિક જે હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તેનું એટેચમેન્ટ ગુજરાતના નવસારીની યશફીન હોસ્પિટલ સાથે હોઈ એક હિતેચ્છુ મારફતે આગામી સારવાર માટે ભારત જવાની સલાહ મળતા જીજીવિષા સાથે યુવતીએ પોતાના એક જ માસના બાળકને ઘરે મૂકીને ભારત આવવાનો નિર્ણય લઈ કેન્યાથી નવસારીની મુસાફરી કરી. બાદમાં નવસારીની હોસ્પિટલના ડો. નરેન્દ્ર પરમારે, રશિયન પદ્ધતિની ઈલીઝારોવ ટેકનીક નામે સારવારના નિષ્ણાત સર્જન ડો. અમર સોનીને દાહોદથી બોલાવી તા. 11 ઓગસ્ટે ડો. સોની દ્વારા પ્રથમ સર્જરી થઈ. તેમના ડાબા પગમાં બે હાડકા વચ્ચે 15 સે.મી. જેટલી જગ્યા પડી ચુકી હતી. તેની સારવાર કર્યા બાદ અન્ય સર્જરી માટે એક મહિના બાદ દાહોદની સોની હોસ્પિટલમાં હાડકાનો ગેપ ભરવા માટેની કોર્ટીકોટોમી નામે બીજી શસ્ત્રક્રિયા થઈ. ત્યારબાદ આરંભે વોકર અને પછી લાકડી વડે ચાલવાની છૂટ મળી. દુઃખાવો પણ ઓછો થતા તેને ફિઝિયોથેરાપી…
તબીબી ક્ષેત્રની આગવી જીત છે
કેન્યાથી વીડિયો દ્વારા દાહોદના તબીબના સંપર્કમાં રહી સામાન્ય વ્યક્તિ જેવા બન્યા
ડો. સોની દ્વારા તેમને શીખવવામાં આવેલી પિનસાઈટ ડ્રેસિંગ તથા કસરતો કેન્યામાં પોતે જ કરી ઘરે બાળક સંભાળ, નહાવું, રસોઈ ઘરેલુ કામકાજ સહિતની બધી પ્રવૃત્તિઓ પોતે જ કરતા થયા. ઓગષ્ટમાં પગમાં નાંખેલા સ્ટીલ રીંગની ફ્રેમ કઢાવવા તેમને ભારત આવવાનું હતું. પરંતુ કોવિડ રોગચાળાને લીધે મુસાફરી શક્ય ન હતી. એટલે ત્યાંથી ડો. સોની સાથે એક્સ-રે અને ક્લિનિકલ તસવીરોના માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. છેલ્લે તેઓ કોઈપણ સાધન વિના ચાલવામાં સક્ષમ બનવા સાથે સામાન્ય વ્યક્તિની માફક સીડી ચઢે છે અને સાયકલ પણ ચલાવી શકે છે.
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
*”યુસરા નામે આ કેન્યાની મહિલાને પોતાના દેશમાં જ્યારે ઈજાગ્રસ્ત પગ કાપવાની સલાહ મળી હોય ત્યારે અહીં ભારતમાં અનુક્રમે નવસારી અને દાહોદમાં ઓપરેશન બાદ તબીબી ક્ષેત્રે ચમત્કાર જ કહેવાય તેમ આ મહિલા ફિનીક્સ પક્ષીની માફક ફરીથી ચાલતી જ નહીં દોડતી થઈ છે.”*
— ડો. અમર સોની, ઓર્થો. સર્જન દાહોદ
———————-
www.samutthan.org
email:Samutthan.org@gmail.com
whatsapp : 9409498911



