મૂળ દાહોદના અંકિત શેઠ ફરી એકવાર ‘સેલ્યુટ તિરંગા’ના રાષ્ટ્રીય મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા પદે નિયુક્ત થયા

Picture of samutthan

samutthan

FOLLOW US:

SHARE:

દાહોદ તા.૧૧

ભારત દેશના ૨૫ થી વધુ રાજ્યો અને ભારત સહિત ૭ થી વધુ દેશોમાં ભારત દેશની રાષ્ટ્રભક્તિ માટે સક્રિય રીતે કાર્યરત સંસ્થા “સેલ્યુટ તિરંગા”ના રાષ્ટ્રીય મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે મૂળ દાહોદના હાલ અમદાવાદ સ્થિત અંકિત રાજેન્દ્ર શેઠ (જૈન)ની નિયુક્તિ થઈ છે.
ઉલ્લેખનીય છે કે મનોજ તિવારીજી દ્વારા સ્થાપિત અને દેશવિદેશમાં પ્રચલિત “સેલ્યુટ તિરંગા” સંસ્થામાં છેલ્લી બે ટર્મથી અંકિત શેઠ આ જવાબદારી નિભાવી રહ્યાં છે અને સળંગ ત્રીજી વખત તેમને આ જવાબદારી મળી છે. અંકિત શેઠને આ જવાબદારી પુનઃ: એક વખત સાંપડતા સમસ્ત જૈન સમાજ અને દાહોદ શહેરમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.

samutthan
Author: samutthan

[the_ad id='179']

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

शहर चुनें

Follow Us Now