નાના દેખાતા નકામા લાગતા નીચા અને નબળા દેખાતા માણસના ઉત્થાન ના સમાચારે મન આશ્ચર્ય તો નથી અનુભવતું… પરંતુ મન કદાચ સમાચારની સત્યતા પર શંકા કરવા લાગે છે.

Picture of samutthan

samutthan

FOLLOW US:

SHARE:

કરોડપતિ ભિખારી બની ગયાના સમાચાર થી આંચકો હજી લાગે છે.. ઉત્તમ આત્માના પતન ના સમાચાર થી આઘાત હજી અનુભવાય છે …અકસ્માતમાં એક જ કુટુંબના 15 સભ્યોના થઈ જતા મોતના સમાચાર મનમાં અરેરાટી જરૂર ઉત્પન્ન કરે છે… પરંતુ નાના દેખાતા નકામા લાગતા નીચા અને નબળા દેખાતા માણસના ઉત્થાન ના સમાચારે મન આશ્ચર્ય તો નથી અનુભવતું… પરંતુ મન કદાચ સમાચારની સત્યતા પર શંકા કરવા લાગે છે.

હા આ જ છે આપણું મન..!

પરંતુ મનની આ માન્યતા ને લપડાક લાગતી રહે એવા ઉત્તમ પ્રસંગો આ જગતમાં બનતા જ રહે છે. આખો આશ્ચર્યથી પહોળી થઈ જાય અને અંતઃકરણમાંથી ધન્યવાદના અવાજ ઉઠવા લાગે એવી ઉદાત્ત વાસ્તવિકતાઓ આ જગત પર સર્જાતી જ રહે છે અને કદાચ એના જ કારણે આ જગત જીવવા જેવું લાગી રહ્યું છે.

એકવાર અમે બંને ભાઈઓ સંતના પ્રવચન સાંભળવા માટે નીકળ્યા. પ્રવચન સાંભળી પરત થતા એક ક્રોસિંગ પર ટ્રાફિક જામ થઈ ગયો અને એમાં બન્યું એવું કે એક જગ્યાએ ગાડીને ઉભી રાખી ત્યાં એક ભિખારી આવી ચડ્યો .

 

`શેઠ, કંઈક આપો.!

કારણ કે સંતના પ્રવચન સાંભળી ને નીકળ્યા હતા એટલે ભિખારી પ્રત્યે તિરસ્કાર કરવાનો, તેને ટાળવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો.
ખમીસના ઉપરના ખિસ્સામાં હાથ નાખ્યો અને જે કાંઈ હાથમાં આવ્યું તે ગણ્યા વિના ભિખારીના હાથમાં પકડાવી દીધું.
રસ્તો સાફ થઈ ગયો હતો એટલે આગળ જવા ગાડી શરૂ કરી. પણ બન્યો એવું કે ગાડી ઝડપ પકડે એ પહેલા ગાડીને આગળ વધતી અટકાવવા પાછળ કોઈ પ્રયાસ કરી રહી હોય એવું લાગ્યું. કાચમાં જોયું તો પેલો ભિખારી દેખાયો . ગાડીના પાછળના ભાગ પર હાથ થપથપાવતો હતો. મેં ગાડી ઉભી રાખી દીધી .ભિખારી દોડતો બારી આગળ આવી ગયો.

શેઠ આપને ખબર છે ખરી કે આપે મને કેટલા રૂપિયા આપી દીધા છે?
‘ ના ‘

“30 રૂપિયા આપી દીધા છે”

‘ભલે આપ્યા તો રાખી લે.’

‘શેઠ હું તો ભિખારી છું મારે આટલા બધા રૂપિયાની જરૂર જ નથી’
‘ તો? ‘
‘ શેઠ મારે દસ રૂપિયા ઘણા થઇ જશે. આપ ₹20 પાછા રાખી લો.’
અને હું કંઈ વિચારું એ પહેલા દસ દસ ની બે નોટો એણે મારા હાથમાં પકડાવી દીધી અને ભીડમાં ઓગળી ગયો.

ભિખારીને 30 માં 20 રૂપિયા વધારે લાગ્યા અને આપણને 30 લાખ મળે તોય ઓછા લાગે છે. સાચે જ એ ભિખારીનો સાત્વિક ચહેરો આંખ સામે છે. એમ લાગે છે કે સાચી શ્રીમંતાઈ તો એની પાસે જ છે. એની સામે અમે તો ભિખારી જ છીએ.
વિજ્ઞાન યુગે માત્ર સામગ્રીઓ જ બદલી નાખી હોત તો બહુ વાંધો નહોતો પરંતુ એણે તો ‘માણસ’ ની બુદ્ધિ બદલી નાખી છે અને એ બુદ્ધિ અને એને વિકૃત બનાવી દીધી છે.

લોભ અસીમ…,
વાસના જાલીમ…,
સ્વાર્થાંધતા ગજબનાક…,

આ વાતાવરણ વચ્ચે એક ભિખારીની આ ખુમારી …સાચે જ ચમત્કારી નથી લાગતી ?

samutthan
Author: samutthan

[the_ad id='179']

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

शहर चुनें

Follow Us Now