
દાહોદ તા.૦૯
પ્રમુખપદે ભાવના ભટ્ટ,ઉપપ્રમુખ ચેતના હિમાંશુ નાગર
સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ, ભારતના દાહોદ જીલ્લા એકમના સંગઠનની આજે રચના કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પ્રમુખ પદે ભાવનાબેન હસમુખભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ પદે ચેતના હિમાંશુ નાગર,મહામંત્રી શાલિની સૌમિલકુમાર શુક્લ,મંત્રી અમીતાબેન કૃષ્ણકાંત જોષી અને ખજાનચી પદે ભાવનાબેન ચંદ્રકાંતભાઈ દરજી અને કારોબારી સભ્યોમાં મેઘાબે પંચાલ,રંજનબેન રાજહંસ,સંયુક્તાબેન મોદી,વીણાબેન પલાસ,કૈલાસબેન પંડયા,લતાબેન સોલંકી,દીપમાલા ભટ્ટ,નયનાબેન શાહ,કલ્પનાબેન જોષી અને હરિકૃષ્ણ ત્રિવેદીની નિયુક્તિ કરવામાં આવી છે.આ સંસ્થાનના ભારતના અધ્યક્ષ પૂજયપાદ દ્વારિકા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ શ્રી છે.જ્યારે પ.પૂ મુકતાનંદજી મહારાજ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમજ ગુજરાત રાજ્યના અધ્યક્ષ ઉષાબેન કપૂર છે.આ સંસ્થાન ભારતભરની માફક દાહોદ જીલ્લામાં પણ સનાતન ધર્મ,સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે કાર્ય કરશે તેમજ સેવાકીય કાર્યો પણ કરશે.દાહોદ જીલ્લા સનાતન ધર્મ સેવા સંસ્થાનના નવનિયુક્ત પદાધિકારીઓને સૌએ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી



