ઝેરમુક્ત ખેતીથી લાખોની કમાણી શક્ય છે? આ ખેડૂતે કર્યું સાબિત, વીઘે 2-3 લાખની આવક

Picture of samutthan

samutthan

FOLLOW US:

SHARE:

ઝેરમુક્ત અને પ્રાકૃતિક ખેતીથી આજે પણ ખેતી ક્ષેત્રમાં સારો નફો મેળવી શકાય છે, તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વશિયાળી ગામના ખેડૂત હરેશભાઈ દેગડાએ સાબિત કરી બતાવ્યું છે. 7 વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી શેરડીની ખેતી કરીને તેમણે લાખો રૂપિયાની આવક મેળવી છે. તેમની આ સફળતા આસપાસના ખેડૂતો માટે નવી આશા અને પ્રેરણાનું કારણ બની છે.

 

 

 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વશિયાળી ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત હરેશભાઈ દેગડાએ શેરડીના વાવેતરથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ઝેરમુક્ત અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને તેમણે સાબિત કર્યું છે કે યોગ્ય આયોજન, મહેનત અને વૈજ્ઞાનિક સમજથી ખેતી કરવાથી આજે પણ આ ક્ષેત્રમાં સમૃદ્ધ આવક મેળવી શકાય છે.
ખેડૂત હરેશભાઈ દેગડાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમની પાસે કુલ 7 વીઘા જમીન છે, જેમાં સંપૂર્ણ રીતે ઝેરમુક્ત ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ વર્ષે તેમણે 7 વીઘામાં શેરડીની ખેતી કરી છે અને હાલ શેરડીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે અને પાકની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે.
Samutthan.org@gmail.com
Whats app:+91 8141366737
samutthan
Author: samutthan

[the_ad id='179']

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

शहर चुनें

Follow Us Now