જીમેલમાં નવું AI ફીચર લોન્ચ કર્યું ગૂગલે: મહત્ત્વના ઇમેલ પહેલાં જોવા મળશે

Picture of samutthan

samutthan

FOLLOW US:

SHARE:

Google Introduce New AI Feature in Gmail: ગૂગલ દ્વારા જીમેલ માટે એક નવું AI ફીચર લાવવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે તારીખના આધારે નહીં, પરંતુ જરૂરિયાતના આધારે ઇમેલ જોઈ શકશે. ગૂગલે હાલમાં જ જાહેરાત કરી છે કે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કયો ઇમેલ વધુ મહત્ત્વનો છે તે નક્કી કરતું ફીચર લોન્ચ કરી રહ્યા છે, જેનાથી યુઝર્સને વધુ સરળતા થશે. યુઝર્સ માટે કયાં સમયે ઇમેલ આવ્યો છે તે કરતાં પણ વધુ મહત્ત્વનું કોણે મોકલ્યો છે અને કેટલો મહત્વનો છે તે જરુરી હોય છે. આથી ગૂગલ દ્વારા યુઝર્સને જોઈએ તેવું ફીચર આપવામાં આવ્યું છે.

ઇમેલ સર્ચમાં નવી અપડેટ

ગૂગલ દ્વારા ઇમેલ સર્ચને વધુ સરળ અને ઉપયોગી બનાવવા માટે નવું AI ફીચર લોન્ચ થયું છે. આ ફીચરની મદદથી યુઝર માટે જે પણ મહત્વના હોય તે પહેલાં દેખાશે. આ અંગે કંપનીએ કહ્યું કે, “આ અપડેટની મદદથી યુઝર્સ જે ઇમેલને સર્ચ કરવા માગતા હોય તે તેમને પહેલાંથી જ ટોપ પર દેખાશે. આથી યુઝરનો કિંમતી સમય બચશે અને મહત્વના ઇમેલ શોધવામાં પણ સરળતા રહેશે.”

 

દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા થયો લોન્ચ, ઝૂમ એટલું થશે કે સંપૂર્ણ ગેલેક્સી જોઈ શકાશે

એપલ સાથે હરિફાઇ

ગૂગલ હાલમાં એપલ સાથે હરિફાઇમાં છે. ગૂગલ તેની સર્વિસને એપલ મેઇલ એપ કરતાં વધુ સારી બનાવવા માંગે છે. એપલ દ્વારા ગયા વર્ષે જ તેમની ઓપરેટિંગ સિસ્ટમ iOS 18માં ઘણાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ફીચરોની સામે ગૂગલ પણ તેમના યુઝર્સને અલગ-અલગ ફીચર્સ આપી રહ્યું છે. ગૂગલ દ્વારા ગયા મહિને જીમેલમાં જેમિનીની મદદથી સીધું ગૂગલ કેલેન્ડરમાં ઇવેન્ટ બનાવવા માટે ઓપ્શન મૂકવામાં આવ્યો હતો. આથી ગૂગલ પણ વિવિધ ફીચર્સ પર કામ કરી રહ્યું છે.

samutthan
Author: samutthan

[the_ad id='179']

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

शहर चुनें

Follow Us Now