સ્વયંવરની પ્રથા તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે યોજાય છે

Picture of samutthan

samutthan

FOLLOW US:

SHARE:

 

 

                                     ગોળ ખાવા માટે ગધેડાની જેમ યુવતીઓના હાથનો માર ખાતા ખાતા લિસા ઝાડના થડ પર યુવકો ચડે છે. સ્વયંવરની પ્રથા તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે યોજાય છે

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે ગોળ ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. દર વર્ષે આ મેળો ફાગ વદ છઠ્ઠના દિવસે ભરાય છે. દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોના તેમજ અન્ય જિલ્લાના લોકો મેળો જાેવા ઉમટી પડે છે.

ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચિનકાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં વિશ્વ પ્રસિધ્ધ દાહોદ જિલ્લામાંનો જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો ગુજરાત સહિત દેશમાં આગવુ મહત્વ ધરાવે છે. પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં અડીખમ રહ્યું છે. જેસાવાડા ખાતે પરંપરાગત ગોળ ગધેડાનો મેળો ફાગ વદ છઠ્ઠના દિવસે ભરાય છે. આ મેળો વિશ્વ પ્રસિધ્ધ પામેલો મેળો ગણાય છે. મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં રોપવામાં આવે છે. આશરે ૨૫ થી ૩૦ ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવી દેવામાં આવે છે. આ થડની આજુબાજુ આદિવાસી કુંવારીકાઓ સાંસ્કૃતિક લોકગીતો ઢોલના તાલે નાચતી નાચતી હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ફરતી નજરે પડે છે. તેઓની પહેરેદારી વચ્ચે નજર ચુકવી યુવાનો થાંભવા ઉપર ચઢવાનો પ્રયત્ન કરતાં હોય છે. ગોળગોળ ફરતી યુવતીઓ આ યુવાનોને સોટીના સોટા મારી ઉપર ચઢતા રોકતી યુવતીઓ નજરે પડે છે. કહેવાય છે કે, જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો પણ હવે કલયુગમાં ધીમે ધીમે આ પ્રથામાં બદલાવ આવ્યો છે. હવે આ પ્રથા માત્ર બોલવા અને સાંભળવા જેટલીજ રહી ગઈ છે. હવે માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે. તેમ છતાં મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. મેળામાં ખાણીપીણીના સ્ટોલો, રમત ગમતના રમકડાં ,જેવી ચીજ વસ્તુઓ જાેવા મળે છે તેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાનો આગવો પહેરવેશ સાથે ઢોલ નગારા વગેરે વાંજિત્રો સાથે મેળામાં જાેવા મળે છે. મેળાનો નજારો આહ્લાદક અને આકર્ષણ જમાવે તેવો હોય છે.

samutthan.org@gmail.com

whatsapp: +91-9409498811

youtube : https://www.youtube.com/@Samutthanorg

 

samutthan
Author: samutthan

[the_ad id='179']

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

शहर चुनें

Follow Us Now