આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળાનું દાહોદમાં આયોજન

Picture of samutthan

samutthan

FOLLOW US:

SHARE:

Adivasi Sanskruti Dhol Mela, Dahod

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદ શહેરમાં દર વર્ષે હોય છે. આ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લે છે. આ ઢોલ મેળામાં દાહોદ જિલ્લાની સાથે સાથે મધ્યપ્રદેશ સહિત આસપાસના વિસ્તારોમાંથી ઢોલ મેળામાં આવી લોકોએ ઢોલ મેળાનો આનંદ માણે છે. આ ઢોલ મેળામાં અંદાજે 500 થી વધુ ઉપરાંત ઢોલ લોકોએ ઢોલ મેળાનો આનંદ માણે છે. ઢોલ મેળાના અંતે વિશેષ અને સારૂ ઢોલ મંડળીઓને વિજેતા પુરસ્કારથી સન્માતિ પણ કરવામાં આવે છે.

દાહોદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા ઢોલ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી સંસ્કૃતિમાં ગીત-સંગીત-નૃત્યનો સુભગ સમન્વય જાેવા મળે છે તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિને આ ઢોલ મેળામાં ઉજાગર પણ કરવામાં આવે છે. ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્યશૈલીને એકજ સ્થળે જાેવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના, દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લે છે ત્યારે તમામ કલાકારોને આ મેળામાં ઉપસ્થિત મહાનુભૂવો શુભેચ્છાઓ પાઠવે છે. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમૃગ્ધ કરી દે છ.

samutthan
Author: samutthan

[the_ad id='179']

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

शहर चुनें

Follow Us Now