શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઈ કતારીયા દાહોદ જિલ્લાની મુલાકાતે

SHARE:

દાહોદ તા.૦૬

વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઈએ આજે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની મુલાકાત લીધી હતી. જેમાં સૌ પ્રથમ સંત સ્મૃતિ શાંતિમય સ્થાન શ્રી ગોવિંદ ગુરુ સમાધિસ્થાન કંબોઈ (લીમડી) ની મુલાકાત લીધી હતી જ્યાં વાઇસ ચાન્સેલરશ્રી પ્રો. હરિભાઈ કતારીયા સાહેબે મંદિર પરિવાર સાથે મુલાકાત કરી પૂજા, અર્ચના, આરતી કરી પવિત્ર ધૂણી ના દર્શન કર્યા હતા. ત્યારબાદ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એચીવર ગ્રુપ ઓફ કોલેજ, લીમડી ખાતે આયોજિત વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ૨૦૨૫ તેમજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમ માં વાઇસ ચાન્સેલર શ્રી પ્રો.હરિભાઈ કતારીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સંસ્કૃતિનું લોક નૂત્ય સાથે કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી, જ્યાં સંસ્થાના સ્થાપક શ્રી નરેન્દ્રભાઈ સોની દ્વારા વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઈને દાહોદ ના ખાસ પહેરવેશ આદિવાસી કોટી , પાગડી પહેરાવી તીરકામઠું અર્પણ કરી પારંપરિક સ્વાગત કર્યું હતું, ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપીને સાહેબે શૈક્ષણિક સંસ્કૃતિના મૂલ્યો જાળવી રાખવાની મહત્તા પર ભાર મૂકી વિશેષ પ્રવચન વિધાર્થીઓને આપ્યું હતું.
ત્યાથી એન.એમ.સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી જ્યાં વાઇસ ચાન્સેલર પ્રો. હરિભાઈ કાતરીયા સાહેબે આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો માટે ચાલી રહેલી સર્વાંગી વિકાસ માટેની સેવાઓની નજીકથી મુલાકાત લીધી તેમજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સંચાલિત એચીવર એમ.એસ. ડબલ્યુ કોલેજ લીમડી સાથે M.O.U. કર્યુ હતું તેમણે ખેતી, પાણી સંચાલન અને કુદરતપ્રેમી કામકાજ અંગે વિસ્તૃત માહિતી મેળવી અને ફાઉન્ડેશનના કામની દિલથી પ્રશંસા કરી હતી.

હરિભાઈ કતારીયા ત્યારબાદ ના પ્રવાસમાં દાહોદ માં આવેલ સનરાઇસ નર્સિંગ કોલેજની મુલાકાત લઈ ત્યાં હેલ્થ અવેરનેશ કાર્યક્રમ ને સંબોધ્યો હતો જ્યાં વિધાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ વિશેષ આવકાર સ્વાગતનું નોંધ લઈ કોલેજની પ્રવૃતિઓ, લેબ, ક્લાસરૂમની મુલાકાત લઈ અભિનંદન આપ્યા હતા.

samutthan
Author: samutthan

Leave a Comment

सबसे ज्यादा पड़ गई

દાહોદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષs સ્થાને ખેલ મહાકુંભ-૨૦૨૫ નો શુભારંભ કરવામાં આવ્યો : દાહોદને સ્માર્ટ સીટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઇ રહી છે  : સાંસદ જશવંતસિંહ ભાભોર : ખિલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર ની સાથોસાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સતત કાર્યરત રહેશે : કલેકટર યોગેશ નિરગુડે