વડીલોને પગે લાગો અને મેદસ્વિતાને ઓછી કરો : નીચે ઝુકીને ફરીથી સીધું થવું એ એક યોગિક પ્રક્રિયા છે, જે પેટ અને કમરની આસપાસનાં સ્નાયુઓને મજબૂત કરે છે

SHARE:

આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર વાર તહેવારે અથવા કોઈ વડીલ મળે ત્યારે તેના ચરણસ્પર્શ કરવાનો એક ઉત્તમ રિવાજ જોવા મળે છે જે બીજા દેશોમાં જોવા મળતો નથી. આપણાં ઋષિ મુનીઓ પહેલાંથી જ ઘણું બધું વિજ્ઞાન જાણતાં હતાં જેમ કે ઋષિ પતંજલિએ યોગ અને આસનો આપ્યાં તો ઋષિ સુશ્રુતે અનેક સર્જરીઓ કરી હતી. આપણાં જે પણ સંસ્કાર આપણાં ઋષિ મુનિઓએ આપ્યાં છે તેમાં દરેકમાં તેની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે.
દિવસમાં ત્રણથી ચાર વાર વડીલોના ચરણસ્પર્શ કરવા ભલે સામાન્ય વાત લાગે, પરંતુ તેની પાછળ પણ વિજ્ઞાન છે. ચરણસ્પર્શ કરવા પાછળ શારીરિક અને માનસિક લાભ છુપાયેલાં છે. જ્યારે કોઈ વ્યક્તિ નીચે નમીને વડીલોના પગને સ્પર્શે છે, ત્યારે આ પ્રક્રિયા એક પ્રકારની હળવી કસરત જેવી જ હોય છે. વાંકા વળીને પછી ફરીથી સીધું થવું આ નિયમિત ટેવ શરીરનાં સ્નાયુઓને સક્રિય કરે છે, ખાસ કરીને પેટ, કમર અને જાંઘની આસપાસનાં સ્નાયુઓ આનાથી મજબૂત થાય છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ધીમે ધીમે મેટાબોલિક સિસ્ટમ પણ એક્ટિવ થઇ જાય છે. આ પ્રક્રિયા યોગિક આસન જેવી છે. આ કોઈ ભારે કસરત નથી, પરંતુ તે આખો દિવસ બેસવાની ટેવની વચ્ચે એક નાનકડી સક્રિય ક્ષણ બની શકે છે.
તદુપરાંત, જ્યારે આપણે વડીલોના આદરપૂર્વક ચરણસ્પર્શ કરીએ છીએ, ત્યારે આપણી અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ ક્રિયા નમ્રતા અને આત્મ-નિયંત્રણને પ્રોત્સાહન આપે છે, જેથી માનસિક તાણમાં ઘટાડો થાય છે. મનોવૈજ્ઞાનિક રીતે જ્યારે વ્યક્તિ શાંત હોય છે, ત્યારે તે ભૂખને ટાળી શકે છે અને તેનાં આહારને નિયંત્રિત કરી શકે છે. આ ટેવ મનમાં સંતુલન અને શિસ્ત લાવે છે, જે મેદસ્વીપણાને ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
જો કે તે સ્પષ્ટ છે કે ફક્ત ચરણસ્પર્શ કરવાથી જ તમારું વજન ઘણું બધું ઓછું નહીં થઈ જાય પણ વજન ઘટાડવામાં આ મદદ જરૂર કરશે. જ્યારે ચરણસ્પર્શ કરવાની સાથે સંતુલિત આહાર, નિયમિત ચાલવું અને સકારાત્મક વિચારસરણી જોડવામાં આવે છે, ત્યારે તે શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આ એક એવો રિવાજ છે જે સંબંધોને મજબૂત બનાવે છે એટલું જ નહીં, પણ મેદસ્વિતાને ઓછી કરવામાં પણ મદદ કરે છે. આ ટેવ જીવનમાં સરળ પરંતુ અસરકારક પરિવર્તન લાવી શકે છે.

samutthan
Author: samutthan

Leave a Comment

सबसे ज्यादा पड़ गई

દાહોદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષs સ્થાને ખેલ મહાકુંભ-૨૦૨૫ નો શુભારંભ કરવામાં આવ્યો : દાહોદને સ્માર્ટ સીટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઇ રહી છે  : સાંસદ જશવંતસિંહ ભાભોર : ખિલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર ની સાથોસાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સતત કાર્યરત રહેશે : કલેકટર યોગેશ નિરગુડે