

દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાં કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણીની પૂર્વ તૈયારી અંગે બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.
દાહોદ જિલ્લામાં આગામી ૧૫મી ઑગસ્ટ-૨૦૨૫ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી લીમખેડા હસ્તેશ્વર હાઇસ્કૂલ ખાતે થશે. આ બેઠકમાં વિવિધ વિભાગે કરવાની થતી કામગીરી અંગે વિસ્તારે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ,નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
